HomeGujaratમોડાસા-મોરબી બસમાં મળેલા અજાણ્યા યુવકની ઓળખ માટે પોલીસની અપીલ

મોડાસા-મોરબી બસમાં મળેલા અજાણ્યા યુવકની ઓળખ માટે પોલીસની અપીલ

મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે મોડાસા-મોરબી બસમાં બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ પામેલા અજાણ્યા યુવકની ઓળખ મેળવવા અને તેના પરિવારજનો સુધી પહોંચવા જાહેર અપીલ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, 21 જુલાઈના રોજ મોડાસા થી મોરબી આવી રહેલી જીજે-18-ઝેડટી-4415 નંબરની બસમાં પાછળની સીટ પર બેભાન હાલતમાં એક યુવક મળી આવ્યો હતો. તેને તાત્કાલિક 108 મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક આશરે 30 વર્ષનો, ઘઉંવર્ણ, મધ્યમ બાંધાનો અને દાઢી-મૂછ ધરાવતો હોવાનું પોલીસએ જણાવ્યું છે. તેના જમણા હાથ પર ઉપરના ભાગે સ્ટારનું ટેટૂ તેમજ ગળા અને છાતી પર ગોવિંદ નામનું ટેટૂ છે. ડાબા હાથની કાંડા પાસે ‘S’ આકારનું ટેટૂ પણ હોવાનું સામે આવ્યું છે.

મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે અપીલ કરી છે કે મૃતક અંગે કોઈપણ પ્રકારની માહિતી હોય અથવા તેની ઓળખ અંગે જાણકારી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસનો સંપર્ક કરી પરિવારજનો સુધી પહોંચવામાં સહયોગ આપે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,520SubscribersSubscribe

TRENDING NOW