HomeGujaratવાંકાનેરમાં બનેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓ ઝડપાયા

વાંકાનેરમાં બનેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓ ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ દ્વારા શહેરમાં તાજેતરમાં બનેલી લૂંટની ઘટનાનો સફળ ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન, મોટરસાયકલ સહિત કુલ રૂ. 1.34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વાંકાનેર શહેર વિસ્તારમાં એક વૃદ્ધ પાસેથી થેલો ઝૂંટવી લૂંટની ઘટના બની હતી. આ બનાવ બાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસ દરમિયાન ત્રણેય આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી લૂંટમાં વપરાયેલ નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ, મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ સરળતાથી પૈસા મેળવવાના ઈરાદાથી આ ગુનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને તેઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીથી શહેરમાં બનેલી લૂંટની ઘટનાનો ઝડપી ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW