HomeGujaratટંકારાના નસીતપરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા: રૂ. 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત

ટંકારાના નસીતપરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા: રૂ. 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત

ટંકારા તાલુકા પોલીસને ખાનગી સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, નસીતપર ગામની સીમ વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ જાહેર સ્થળે જુગાર રમી રહ્યા છે. મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ હાથ ધરી હતી.

રેડ દરમિયાન પોલીસે ભરતભાઈ છગનભાઈ કડીવાર, કાંતીલાલ કરશનભાઈ આદ્રોજા, બલવીરભાઈ ધીરજલાલ બરાસરા, ભરતભાઈ પ્રભુભાઈ વીરસોડિયા, હિતેશભાઈ ઓધવજીભાઈ હોથી તેમજ દિનેશભાઈ કાંતીલાલ વીઠલાપરાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 91,700 તથા છ મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 1,21,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તમામ આરોપીઓ સામે જુગાધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW