HomeGujaratવાંકાનેરના વાલાસણ ગામ નજીક ક્રેટા કારમાંથી રૂ. 3.10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વાંકાનેરના વાલાસણ ગામ નજીક ક્રેટા કારમાંથી રૂ. 3.10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં કોમ્બિંગ અને પેટ્રોલિંગ કામગીરીમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, સફેદ રંગની ક્રેટા કાર (રજિસ્ટ્રેશન નં. GJ-01-RY-9981)માં વિદેશી દારૂનો જથ્થો ભરી વાંકાનેર તરફથી વાલાસણ તરફ લઈ જવામાં આવી રહ્યો છે.

આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે વાલાસણ ગામ નજીક રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ ક્રેટા કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે વાહન ઉભું રાખવાને બદલે વધુ ઝડપે દોડી કોટડા-નાયાણી ગામ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આથી પોલીસ ટીમે સરકારી વાહન સાથે કારનો ફિલ્મી અંદાજમાં પીછો શરૂ કર્યો હતો. પીછો દરમિયાન કાર ચાલકે કોટડા-નાયાણી રોડ પર નદીના પટ્ટ વિસ્તારમાં કાર મૂકી રાત્રિના અંધકારનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે કારની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની કુલ 836 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 3.10 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત કાર અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 8.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે કારના ફરાર ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW