HomeGujaratમોરબીના મોડપરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર હુમલો

મોરબીના મોડપરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર હુમલો

મોરબી તાલુકાના મોડપર ગામમાં અગાઉ થયેલી ફોન પરની બોલાચાલીનો ખાર રાખીને એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, મોડપર ગામના દેવીપૂજક વાસમાં રહેતી કાજલબેન અક્ષયભાઈ સોલંકીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. આશરે એક મહિના અગાઉ આરોપી અને ફરિયાદીના પતિ વચ્ચે ફોન પર બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો મનદુઃખ રાખીને આરોપીએ ફરીથી ફોન કરીને ફરિયાદીના પતિને પીપળીયા ચાર રસ્તા પર બોલાવ્યા હતા. જોકે તેઓ ત્યાં ન જતા આરોપી સીધો ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો.

આરોપીએ ઘર પાસે આવી ગાળાગાળી કરી ફરિયાદીના પતિને બે-ત્રણ લાફા મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત આશાબેનનું બાવડું પકડી ધક્કો મારી નીચે પાડી દીધા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સાથે જ પીપળીયા માતાજીના સ્થળે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW