HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 2.61 લાખનો દારૂ ઝડપાયો, આરોપી ફરાર

મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 2.61 લાખનો દારૂ ઝડપાયો, આરોપી ફરાર

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબભાઈ ચાનીયા (રહે. નાની બજાર, વિશ્વકર્મા મંદિર પાસે, મોરબી) તથા ઇમરાન ઉર્ફે ડારિયો કાદરભાઈ સૈયદ (રહે. મુલા શેરી, નાની બજાર, મોરબી) ભાગીદારીમાં પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભેગો કરી વેચાણનો ધંધો ચલાવે છે.

મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ઇમરાન ઉર્ફે ડારિયોના કબ્જા-ભોગવટાવાળા ભાડાના મકાનની છત પરથી તેમજ તેની બાજુમાં આવેલા બંધ મકાનની છત પર સંતાડીને રાખવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 588 બોટલ, જેની અંદાજિત કિંમત રૂ. 2,61,600 થાય છે, કબજે કરી હતી. દરોડા દરમિયાન બંને આરોપીઓ સ્થળ પરથી મળી આવ્યા ન હોવાથી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW