HomeGujaratમોરબીમાં લીલી સ્પા પર એસઓજીની કાર્યવાહી, જાહેરનામાનો ભંગ કરતા સંચાલક સામે ગુનો...

મોરબીમાં લીલી સ્પા પર એસઓજીની કાર્યવાહી, જાહેરનામાનો ભંગ કરતા સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં સ્પા સેન્ટરોમાં નિયમોના પાલન અંગે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મોરબી-૨ ત્રાજપર ચોકડી પાસે આવેલા ભગવતી એસ્ટેટ કોમ્પલેક્ષમાં કાર્યરત એક સ્પા સેન્ટર પર એસઓજી પોલીસે દરોડો પાડી નિયમભંગનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે ભગવતી એસ્ટેટ કોમ્પલેક્ષના બીજા માળે આવેલા ‘લીલી સ્પા’માં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પા સંચાલક દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામામાં દર્શાવાયેલા નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, સ્પાના સંચાલક સંજયસિંહ પુષ્કરસિંહ નેગી, મૂળ ઉત્તરાખંડના રહેવાસી અને હાલ મોરબી ખાતે રહેતા, દ્વારા સ્પામાં કાર્યરત ત્રણ મહિલા કર્મચારીઓની જરૂરી વિગતો અને બાયોડેટા પોલીસ મથકે રજૂ કરવામાં આવ્યા નહોતા. ઉપરાંત, સ્પા સેન્ટરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગની જાળવણી પણ નિયમ મુજબ કરવામાં આવતી ન હોવાનું બહાર આવ્યું હતું.

જાહેરનામાના ઉલ્લંઘનને ગંભીરતાથી લઈ પોલીસે સ્પા સંચાલકની અટકાયત કરી હતી અને તેની સામે બી.એન.એસ. કલમ 223 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW