HomeGujaratરૂપિયાની લેતી-દેતીના વિવાદમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી, દંપતી પર હુમલો

રૂપિયાની લેતી-દેતીના વિવાદમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી, દંપતી પર હુમલો

માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ગામમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે રૂપિયા લેતી-દેતીના મુદ્દે થયેલો વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતાં દંપતી પર હુમલો થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વવાણીયા ગામના રહેવાસી છગનભાઈ દેવાભાઈ મકવાણાએ પ્રવિણ ઉર્ફે ચકો સુરેશભાઈ મકવાણા, શીવાભાઈ સુરેશભાઈ મકવાણા, નથુભાઈ સુરેશભાઈ મકવાણા, સુરેશભાઈ મકવાણા અને મનજી ઉર્ફે ટીલીયો મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, પરિવારની અંદરની નાણાકીય લેવડ-દેવડના મુદ્દે બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. આ દરમિયાન પ્રવિણ ઉર્ફે ચકોએ ફરિયાદી સાથે ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા તેમજ ઝપાઝપી કરીને મારપીટ કરી ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.

ત્યારબાદ અન્ય આરોપીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી તથા તેમની પત્ની સાથે ગાળો બોલી મારામારી શરૂ કરી હતી. આરોપીઓએ ફરિયાદીની પત્નીને મુક્કા માર્યા હતા, જ્યારે ફરિયાદી પર લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઉપરાંત બંનેને વધુ માર મારી ગંભીર ઇજા પહોંચાડવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW