HomeGujaratહળવદના ભલગામડા ગામની વિસ્તારમાં દેશી તમંચો ઝડપાયો

હળવદના ભલગામડા ગામની વિસ્તારમાં દેશી તમંચો ઝડપાયો

હળવદના ભલગામડા ગામની સીમ વિસ્તારમાં પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન જીતુ અમરશીભાઈ ઉઘરેજાની વાડીમાં દરોડો પાડતા ત્યાંથી એક દેશી બનાવટનો હાથ તમંચો મળી આવ્યો હતો.

પોલીસે ગેરકાયદેસર હથિયાર તરીકે મળી આવેલા તમંચાને કબજે કરી તેનો અંદાજિત કિંમત રૂ. 1,000 આંકી હતી. આ મામલે આરોપી જીતુ અમરશીભાઈ ઉઘરેજા, રહે. ભલગામડા, તા. હળવદ, જી. મોરબી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હથિયાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW