HomeGujaratમાળિયાના ઘાંટીલા ગામની સીમમાં ડીઝલ ચોરીનો પ્રયાસ: એક શખ્સ છરી સાથે પકડાયો,...

માળિયાના ઘાંટીલા ગામની સીમમાં ડીઝલ ચોરીનો પ્રયાસ: એક શખ્સ છરી સાથે પકડાયો, 3 ફરાર

માળિયા મિયાણા તાલુકાના ઘાંટીલા ગામના ખેડૂત રાજેશભાઈ ગોવિંદભાઈ વિડજાએ માળિયા મિયાણા પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કોપરણી ગામના રહેવાસી સુમિતભાઈ લાભુભાઈ ઝીંઝરીયા, સુનિલભાઈ મનજીભાઈ ઝીંઝરીયા, સુરેશભાઈ મનજીભાઈ ઝીંઝરીયા અને અશ્વિનભાઈ વેલજીભાઈ ઝીઝવાડીયા બે મોટરસાયકલ પર કેનાલ નજીક આવેલા સ્થળે પહોંચ્યા હતા.

આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથીદાર દ્વારા જાહેર જગ્યાએ મૂકવામાં આવેલા ડીઝલ સંચાલિત પાણીના મશીનમાંથી ડીઝલની ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દરમિયાન સુમિતભાઈને ખેડૂતોએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી આશરે બે લિટર ડીઝલ ભરેલું પ્લાસ્ટિકનું કેરબા, જેની કિંમત રૂ.195 જેટલી થાય છે, તેમજ એક છરી મળી આવી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ પોતાના મોટરસાયકલ સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW