માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાજરડા ગામ તરફ જતાં માર્ગ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી સમીરભાઈ અબ્બાસભાઈ મોવર (મિયાણા), રહે. કાજરડા ગામ, તા. માળીયા (મીયાણા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી દેશી બનાવટનું એક જામગરી હથિયાર, જેની અંદાજિત કિંમત રૂ. 2,500 હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. નં. GJ-36-AG-3812) કિંમત રૂ. 20,000 સાથે મળી આવી હતી. આમ કુલ રૂ. 22,500નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં હથિયાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

