HomeGujaratમોરબી શહેર-1 અને 2 હેઠળના અનેક વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી શહેર-1 અને 2 હેઠળના અનેક વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

PGVCL, મોરબી શહેર-1 પેટા વિભાગ દ્વારા જાણ કરવામાં આવે છે કે, તા. 06/06/2026, શનિવારના રોજ 11 કે.વી. કાલિકા પ્લોટ ફીડર ઉપર નવા જમ્પર લગાવવાની, વૃક્ષોની ડાળીઓ કાપવાની તેમજ અન્ય જરૂરી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આથી સવારે 08:00 વાગ્યાથી બપોરે 04:00 વાગ્યા સુધી સંબંધિત વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

જેમાં શ્યામ પાર્ક, હીરાસરી રોડ વિસ્તાર, માર્કેટિંગ યાર્ડ, સુભાષનગર, નરસંગ ટેકરી મંદિર આસપાસનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલ વિસ્તાર, ગાયત્રીનગર, હરીહરનગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વરનગર, યદુનંદન-12, 13, 14 અને 15, વિવેકાનંદનગર, જયરાજ પાર્ક, વ્રજ વાટિકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં વીજ પુરવઠો બંધ રહેશે.

તેમજ મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ તા. 06/06/2026, શનિવારના રોજ મેન્ટેનન્સ કામગીરીને કારણે સવારે 07:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા સુધી નીચેના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

વાવડી રોડ ફીડર હેઠળના વિસ્તારો:- કૃષ્ણા પાર્ક-1 અને 2, શ્યામ પાર્ક, રાધા પાર્ક, કારિયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ગાયત્રીનગર, કુબેરનગર, ન્યૂ મારુતિનગર, આશિક પાર્ક તથા આસપાસના વિસ્તારો. ઉપરાંત વાવડી ચોકડીથી માધાપરા તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ વિસ્તારોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW