મોરબીના શનાળા ઔદ્યોગિક પેટા વિભાગ અંતર્ગત આવતાં વિસ્તારોમાં આવતીકાલે તા. 04-06-2026ના રોજ સવારે 08:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી રોડ વાઇડનિંગની કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રહેશે.
જેમાં રવાપર એસ.એસ.માંથી સંચાલિત બહુમાળી અને તીર્થ અર્બન ફીડર હેઠળ આવતાં સરદારનગર-3, ન્યૂ વેરા સ્કૂલ આસપાસનો વિસ્તાર, રવાપર રેસીડેન્સી, શક્તિ ટાઉનશિપ-1 અને 2, લોટસ 158, લોટસ 159, આસોપાલવ સોસાયટી, ખેંગડીની વાડી, ઉમિયા નગર સોસાયટી, સદગુરુ નગર-1, નીતિન સોસાયટી, ફ્લોરા 158, વેલકમ પ્રાઈડ તેમજ નજીકના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વીજકાપ રહેશે.

