HomeGujaratવાંકાનેરના પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી રાજકોટના ગુંદાળા ગામમાંથી ઝડપાયો

વાંકાનેરના પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી રાજકોટના ગુંદાળા ગામમાંથી ઝડપાયો

મોરબી એલ.સી.બી. ટીમે ગુનામાં ફરાર એક આરોપીને રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના ગુંદાળા ગામમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં આરોપી તરીકે સંડોવાયેલા પ્રવિણભાઈ શિવાભાઈ જોગરાજીયા, રહે. ગુંદાળા, તા. વીંછીયા, જી. રાજકોટ, લાંબા સમયથી ફરાર હતા. દરમિયાન મોરબી એલ.સી.બી.ને ખાનગી રાહે માહિતી મળી હતી કે, ફરાર આરોપી પોતાના વતન ગુંદાળા ગામે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાં આરોપી મળી આવતા તેને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,510SubscribersSubscribe

TRENDING NOW