HomeGujaratમોરબીની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો: રૂદ્રી વસિયાણીએ નેશનલ આઈસ સ્ટોક ટૂર્નામેન્ટમાં ગોલ્ડ,...

મોરબીની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો: રૂદ્રી વસિયાણીએ નેશનલ આઈસ સ્ટોક ટૂર્નામેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો!

મોરબી જિલ્લાના લૂણસર ગામની દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હાલ મોરબી ખાતે વસવાટ કરતી વસિયાણી પરિવારની દીકરી રૂદ્રી તુલસીભાઈ વસિયાણીએ દહેરાદૂનમાં યોજાયેલી 13મી નેશનલ આઈસ સ્ટોક ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એક સાથે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે.

ગુજરાત ટીમ તરફથી રમતી રૂદ્રીના શાનદાર દેખાવના પરિણામે સમગ્ર ભારતમાં ગુજરાતની ટીમ ચેમ્પિયન બની છે. રૂદ્રીની આ સિદ્ધિને કારણે લૂણસર ગામ, મોરબી જિલ્લો અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

રમતગમત ક્ષેત્રે પ્રાપ્ત થયેલી આ ઐતિહાસિક સફળતા બદલ તુલસીભાઈ વસિયાણી (ટી.ડી. પટેલ), વસિયાણી પરિવાર અને મિત્રવર્તુળ દ્વારા રૂદ્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW