મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર માળીયા (મીં) પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. વિદરકા ગામના પાટિયા નજીક આવેલી ડીસન્ટ હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા ટાટા ટ્રક ટ્રેઇલર નંબર RJ-19-GE-9114 માંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.
પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન ટ્રકનો ચાલક વાહન મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ 468 કિંમત રૂ. 3,70,416 તથા ચપલા નંગ 232 કિંમત રૂ. 50,880 મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે ટ્રક ટ્રેઇલર સહિત કુલ રૂ. 34,21,296 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. માળીયા (મીં) પોલીસે ફરાર ટ્રક ચાલક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

