HomeGujaratમોરબીમાં આવતીકાલે પીપળી ફીડર હેઠળના નીચેના વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે પીપળી ફીડર હેઠળના નીચેના વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. 27/05/2026 બુધવારના રોજ પીપળી જેજીવાય ફીડર હેઠળના વિવિધ વિસ્તારોમાં વીજકાપ રહેશે.

આ મેન્ટેનન્સ કામગીરીને કારણે સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. નાયબ ઇજનેરની યાદી મુજબ તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ વિસ્તાર, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આસપાસના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જૂનું ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી અને હરિગુણ રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. ઉપરાંત આ ફીડર સાથે જોડાયેલા તમામ વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં પણ વીજ સપ્લાય બંધ રાખવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW