HomeGujaratમોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂના ચપલા સાથે બે ઝડપાયા

મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂના ચપલા સાથે બે ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસને લાતી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની વેચવાટ અને હેરફેર થતી હોવાની માહિતી મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે લાતી પ્લોટ ખાતે આવેલા ઓમ શક્તિ કારખાના નજીક નજર રાખી હતી. દરમિયાન ત્યાં શંકાસ્પદ રીતે ઉભેલા બે વ્યક્તિઓને અટકાવી તેમની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન બંને પાસેથી વિદેશી દારૂના ચાર ચપલા, કિંમત રૂ. 400 તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 20,400નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે વિનોદભાઈ ભગવાનજીભાઈ કણજારીયા (ઉ.વ.27), રહે. માંગળની વાડી, વાવડી ચોકડી પાસે, મોરબી તથા રમેશભાઈ કાંતિભાઈ કણજારીયા (ઉ.વ.30), રહે. માંગરની વાડી, મોરબીને ઝડપી પાડ્યા હતા.

પોલીસ પૂછપરછ દરમિયાન અન્ય એક આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયાનું નામ પણ સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW