મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમને ખાનગી બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી, છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપી ઇરફાનભાઈ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઈ સમા પોતાના રહેણાંક મકાને હાજર છે. મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક ચંદ્રપુર ખાતે ગેલેકસી સ્કૂલ નજીક આવેલા ગેલેકસી પાર્ક વિસ્તારમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ફરાર આરોપી ઇરફાનભાઈ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઈ સમા રહે. ગેલેકસી પાર્ક, ચંદ્રપુર, તા. વાંકાનેર મળી આવતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

