HomeGujaratહળવદમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યકરવાની ઘટનામાં આરોપીને 20 વર્ષની...

હળવદમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યકરવાની ઘટનામાં આરોપીને 20 વર્ષની કેદ ફટકારતી મોરબી કોર્ટ

હળવદ પોલીસ મથક વિસ્તારમાં 2023માં એક ફરિયાદ નોધાઇ હતી જેમાં ફરિયાદીના 9 વર્ષના પુત્રને આરોપી અક્ષય રમેશ દેગામાં નામનો શખ્સ બુટ અને કપડા આપવાની લાલચ આપી પોતાની સાથે બાઈકમાં પોતાના ઘરે લઇ ગયો હતો અને ઘરમાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું તેમજ તેના પર જાતીય હુમલો કરી આ ઘટના વિષે કોઈને કેશે તો મારી નાખ્વની ગર્ભિત ધમકી આપી હતી. આ અંગેની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ બાદ પોલીસ સતર્કતા દાખવી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવમાં પોલીસે આરોપી અક્ષય દેગામાંની ધરપકડ કરી હતી અને મોરબી જેલ હવાલે કર્યો હતો પોલીસની તપાસ બાદ કેસની સુનવણી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી હતી. જેમાં પોલીસે રજુ કરેલા પુરાવા સાક્ષીઓના નિવેદન મેડીકલ રીપોર્ટ ફોરેન્સિક રીપોર્ટ સહિતના વિવિધ પુરાવા તપાસવામાં આવ્યા હતા. આ કેસમાં સરકારી વકીલ એન ડી કારીયા દ્વારા  ફરીયાદી વતી કોર્ટમાં તેમનો પક્ષ રજુ કર્યો હતો. કેસમાં 12 મૌખિક પુરાવા તેમજ 29 દસ્તાવેજી પુરાવા તપાસી પોક્સો કોર્ટના સ્પેશ્યલ જજ અને એડીશ્નલ જજ કે આર પંડ્યા દ્વારા આરોપી અક્ષય રમેશભાઈ દેગામાંને વિવિધ કલમ હેઠળ કસુરવાર ઠેરવ્યો હતો.

કોર્ટે પોક્સો એક્ટની કલમ4 અંતર્ગત આરોપીને 20 વર્ષની કેદ અને 1000 દંડ, પોક્સો એકટ 6 અન્વ્યે 20 વર્ષની કેદ અને 1000 દંડ, આઈપીસી 363 અંતર્ગત 3 વર્ષની કેદ 1000નો દંડ, આઈપીસીની કલમ 377 અંતર્ગત 10  વર્ષની કેદ અને 1000નો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે ફટકારેલી તમામ સજા એક સાથે ભોગવવાની રહેશે અને જો ફટકારેલ દંડ ન ભરે તો વધારાની કેદ પણ કોર્ટે ફટકારી છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરને 4 લાખ 4 હજારનું વળતર ચુકવવા પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW