HomeGujaratસતત ચોથા વર્ષે મોરબી જિલ્લો રાજ્યમાં પ્રથમ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 94.85%...

સતત ચોથા વર્ષે મોરબી જિલ્લો રાજ્યમાં પ્રથમ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 94.85% શાનદાર પરિણામ

મોરબી જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ફરી એકવાર શાનદાર રહ્યું છે અને સતત ચોથા વર્ષે જિલ્લામાં રાજ્યમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

આ વર્ષે કુલ 1849 વિદ્યાર્થીઓમાંથી 1845 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1750 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. કુલ પરિણામ 94.85 ટકા નોંધાયું છે. પરિણામ મુજબ 27 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 291 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 472 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 391 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ C1 ગ્રેડ સાથે પાસ થયા છે.

કેન્દ્ર મુજબ પરિણામમાં હળવદ કેન્દ્રે 98 ટકા સાથે સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. મોરબી કેન્દ્રનું પરિણામ 93.05 ટકા અને વાંકાનેર કેન્દ્રનું પરિણામ 95.02 ટકા નોંધાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW