માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા એક શખ્સ સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મેજિસ્ટ્રેટ, મોરબી સમક્ષ મોકલવામાં આવી હતી. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખી મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી વિરુદ્ધ પાસા વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
આરોપીને ઝડપથી પકડી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન આમિન ઉર્ફે ટકી ઇસ્માઇલભાઈ મોવર (મીયાણા), રહે. વેણાસર ગામની સીમ, તા. માળિયા (મી.) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી આગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મધ્યસ્થ જેલ સુરત લાજપોર ખાતે મોકલી આપ્યો છે.

