HomeGujaratથેલેસેમિયા પીડિત બાળકોની વહારે અમદાવાદ રિયલટર્સ એસોસિએશન: મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

થેલેસેમિયા પીડિત બાળકોની વહારે અમદાવાદ રિયલટર્સ એસોસિએશન: મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

અમદાવાદ રિયલટર્સ એસોસિએશન (ARA) દ્વારા સામાજિક સેવા અંતર્ગત થેલેસેમિયા પીડિત બાળકોને મદદરૂપ થવા માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન નેશનલ એસોસિએશન ઓફ રિયલટર્સ-ઇન્ડિયા (NAR-India) દ્વારા શરૂ કરાયેલી રાષ્ટ્રીય પહેલનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. આ પહેલ અંતર્ગત આગામી બે મહિનામાં દેશના આશરે 36 શહેરોમાં અલગ-અલગ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે, જે માનવતાની દિશામાં એક વિશાળ પ્રયાસ માનવામાં આવે છે.

ARA દ્વારા લાંબા સમયથી આવા રક્તદાન કેમ્પોનું નિયમિત આયોજન કરવામાં આવે છે. અગાઉ યોજાયેલા કેમ્પોમાં પણ અનેક થેલેસેમિયા પીડિત બાળકોને સમયસર રક્ત મળી જીવનદાયી સહાય પ્રાપ્ત થઈ છે. આ પહેલ માત્ર સામાજિક કાર્યક્રમ નહીં પરંતુ માનવ સેવા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ 700થી વધુ થેલેસેમિયા બાળકોને જરૂરી રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે, કારણ કે આવા બાળકોને નિયમિત રીતે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી હોય છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW