HomeGujaratવાંકાનેરના નવાપરામાં પાણીના નિકાલ મુદ્દે બે પરિવારો વચ્ચે જંગ: લાકડાના ધોકા અને...

વાંકાનેરના નવાપરામાં પાણીના નિકાલ મુદ્દે બે પરિવારો વચ્ચે જંગ: લાકડાના ધોકા અને ઈંટો વડે સામસામો હુમલો

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં પાણીના નિકાલ મુદ્દે બે પરિવારો વચ્ચે ઉગ્ર ઝઘડો સર્જાતા બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ કેશુભાઈ ભોજવીયાએ આરોપી કંચનબેન ઝવેરભાઈ ભોજવીયા, ઝવેરભાઈ રાયસિંગભાઈ ભોજવીયા, જયંતિ રાયસિંગભાઈ ભોજવીયા, આકાશ જંયતિભાઇ ભોજવીયા અને અજય ઝવેરભાઈ ભોજવીયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમના ઘરમાંથી બાજુમાં આવેલા કાકાના ઘરમાં પાણી જતું હોવાથી આરોપીઓને રોષ આવ્યો હતો. જેના કારણે જ્યોતિબેનના વાળ પકડી તેમને નીચે પછાડી દેવામાં આવ્યા હતા તેમજ લાકડાના ધોકાથી સાહેદ રાજેશને માર મારવામાં આવ્યો હતો.

બીજી તરફ ઝવેરભાઈ રાયસિંગભાઈ ભોજવીયાએ જ્યોતિબેન રાજેશભાઈ ભોજવીયા, દિનેશભાઈ કેશુભાઈ ભોજવીયા, રાજેશ કેશુભાઈ ભોજવીયા અને રોહિત કેશુભાઈ ભોજવીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓના ઘરમાંથી તેમની દીવાલમાં પાણી ઉતરતું હોવાથી લીકેજ રીપેર કરવા કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઈંટોના કટકાથી હુમલો કર્યો હતો. જેમાં સાહેદ મેહુલભાઈ, પૂજાબેન અને સંજયને ઢીકા-પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

આ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW