HomeGujaratહળવદમાં વાડીમાંથી રૂ.1 લાખના કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે શખ્સ...

હળવદમાં વાડીમાંથી રૂ.1 લાખના કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે શખ્સ ઝડપાયો

હળવદ પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ફરીયાદી લાલજીભાઈ અણદાભાઈ સવસાણી, હાલ રહે મારૂતીનગર, વિધુતનગરની બાજુમાં, રવાપર રોડ, મોરબી-1 દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની ચરાડવા-કડીયાણા ગામની સીમમાં આવેલી વાડીના રૂમમાં રાખેલ આશરે 1600 ફૂટ લાંબો કોપર કેબલ વાયર, જેની અંદાજિત કિંમત રૂ. 1,00,000 થાય છે, રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરી લઈ જવામાં આવ્યો હતો.

આ ગુનો ડિટેક્ટ કરવા હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ તપાસમાં લાગેલો હતો. તપાસ દરમિયાન આરોપી કેશુ ઉકાભાઈ રાઠોડ, રહે ગામ સુસવાવ, તા. હળવદ, જી. મોરબીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ચોરી થયેલો આશરે 1600 ફૂટ લાંબો કોપર કેબલ વાયર, કિંમત રૂ. 1,00,000નો મૂળ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW