HomeGujaratહળવદમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો

હળવદમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંગ્રેજી દારૂના ગેરકાયદેસર વેચાણના ગુનામાં સંડોવાયેલા જયરાજ દિલુભાઈ ઉર્ફે દિલીપભાઈ બોરીચા, રહે. કલમાદ, તા. મુળી, જી. સુરેન્દ્રનગર સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે તેમની સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી સમક્ષ મોકલી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં સંડોવણીને ધ્યાનમાં રાખી આરોપી સામે પાસા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. અંતે આરોપીને ઝડપી પાડીને પાસા એક્ટ હેઠળ ડિટેઈન કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW