HomeGujaratમોરબી: ખોટી અફવા ફેલાવી બદનામ કરવા બાબતે ઠપકો આપતા યુવક પર હુમલો,...

મોરબી: ખોટી અફવા ફેલાવી બદનામ કરવા બાબતે ઠપકો આપતા યુવક પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના સો-ઓરડી વિસ્તારની ચામુંડાનગર સોસાયટીમાં રહેતા મગનભાઈ નાનજીભાઈ સોલંકીએ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી રમેશભાઈ જેઠાભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ફરીયાદી પોતે મજુરીકામ કરતા હોય અને આરોપી ફરીયાદીને સમાજમા બદનામ કરવા માટે દારૂ વેચતા હોવાની ખોટી વાતો કરી તેમજ પોતાની સાથે આવવા જવા તથા રહેવાનું કહેતા ફરીયાદીએ આરોપીને કહેલ કે તુ મને બધી જગ્યાએ મારી ખોટી વાતો કરી હુ મજુરીકામ કરૂ છુ અને તુ મને બદનામ કરે છે જેથી તારી સાથે આવવુ નથી તેમ કહેતા જે આરોપીને સારૂ નહી લાગતા ફરીયાદીને જાહેરમાં ગાળો આપી બે ત્રણ જાપટો મારી ત્યા પડેલ નળીયાનો ટુકડો લઇ માથામાં મારી દઇ ઇંજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW