HomeGujaratહળવદના કેદારીયા ગામની સીમમાંથી રૂ. 1.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સોની...

હળવદના કેદારીયા ગામની સીમમાંથી રૂ. 1.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સોની ધરપકડ

હળવદ પોલીસને મળેલી ખાનગી માહિતીના આધારે હળવદ તાલુકાના કેદારીયા ગામની સામે આવેલ બુસલી જતા રસ્તે વોંકળા નદીના કિનારે સંતાડી રાખેલી વિદેશી દારૂની ભારતીય બનાવટની નાની-મોટી બોટલો કુલ 324 નંગ જપ્ત કરવામાં આવી છે.

આ જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 1,51,200 જેટલી છે. આ કેસમાં બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જેમના નામ નારાયણ નાનજીભાઈ સોનગ્રા અને કાંતીલાલ મનસુખભાઈ કણઝરીયા છે. બંને આરોપીઓ રણજીતગઢ ગામે (તા. હળવદ)ના રહેવાસી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW