હળવદ તાલુકાના ચરાડવા જિલ્લા પંચાયત બેઠકને લઈને આમ આદમી પાર્ટીમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. પાર્ટીના મેન્ડેટનો દુરૂપયોગ કરી ફોર્મ ભરવાના મામલે પાર્ટીએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી મુજબ, હિંનેશ પટેલે ચરાડવા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન પાર્ટીના સત્તાવાર મેન્ડેટનો ગેરવપરાશ થયાનો આક્ષેપ થયો હતો. આ મુદ્દાને ગંભીરતાથી લેતા પાર્ટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ મામલે હળવદ તાલુકા આપ પ્રમુખ ચંદુ મોરીએ હિંનેશ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના નિયમો અને શિસ્તનો ભંગ થતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ ઘટનાએ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે પાર્ટી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારની અનિયમિતતા કે ગેરવર્તણૂક સહન કરવામાં નહીં આવે.

