HomeGujaratમોરબી: લોનનો હપ્તો મોડો ભરાતા ફાઇનાન્સ કંપનીના કર્મચારીનો વેપારી પર હુમલો

મોરબી: લોનનો હપ્તો મોડો ભરાતા ફાઇનાન્સ કંપનીના કર્મચારીનો વેપારી પર હુમલો

મોરબીના રવાપર શ્યામ પાર્ક વિસ્તારમાં રહેતા વેપારી મેહુલકુમાર પરસોત્તમભાઈ ધોરીયાણીએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં હિન્દુજા ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા શિવુભા દરબાર અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, મેહુલભાઈએ હિન્દુજા ફાઇનાન્સમાંથી મકાન માટે લોન લીધી હતી અને હપ્તો મોડો ભરાતા આરોપી શિવુભા દરબારે તા. 10 એપ્રિલ 2026ના રોજ સાંજે ફોન પર તેમને ગાળો આપી સરદાર બાગ સામે આવેલા બંધ પેટ્રોલ પંપ પાસે આવવા જણાવ્યું હતું. ફરિયાદી ત્યાં પહોંચતા જ શિવુભા દરબાર અને તેના સાથીએ ગાળો આપી તેમના પર હુમલો કર્યો અને ઢીકાપાટુ માર્યો હતો. સાથે સાથે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW