હળવદ તાલુકાના સુંદરગઢ નજીક નદી ઉપર આવેલા પુલ પર 3 એપ્રિલના રોજ એક અકસ્માતની ઘટના બની હતી. જીજે-36-એક્સ-6038 નંબરનો ટ્રક ચલાવનાર ડ્રાઈવરે બેદરકારીપૂર્વક અને પૂર ઝડપે રોંગ સાઈડમાં ટ્રક હંકારતા, ધ્રાંગધ્રા નિવાસી પંકજગીરી ગુલાબગીરી ગૌસ્વામી ચલાવતા જીજે-27-ટીજી-7712 નંબરના આઇસર સાથે અથડામણ સર્જાઈ હતી.
આ અકસ્માતમાં ફરિયાદી પંકજગીરી ગુલાબગીરી ગોસ્વામીને પગમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે અન્ય સાહેદોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

