HomeGujaratહળવદના જુના અમરાપર ગામે લોખંડના પાઇપથી હુમલો, મહિલા સહિત બેને ઈજા

હળવદના જુના અમરાપર ગામે લોખંડના પાઇપથી હુમલો, મહિલા સહિત બેને ઈજા

હળવદ તાલુકાના જુના અમરાપર ગામમાં રહેતા વનીતાબેન ભરતભાઈ જાંબુકીયાએ પોતાના જ ગામના શંકરભાઈ પ્રેમજીભાઈ જાંબુકીયા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેમના દીકરા ઘર નજીક ગલીમાં રમતા હતા, ત્યારે આરોપી સાથે રમવા અંગે બોલાચાલી થઈ હતી.

બાદમાં આરોપી લોખંડનો પાઇપ લઈને દીકરાને મારવા દોડ્યા હતા. આ દરમિયાન હંગામો સાંભળી વનીતાબેન બહાર આવ્યા અને આરોપી સાથે વાત કરવાની કોશિશ કરી. પરંતુ આરોપી ઉશ્કેરાઈ ગયા અને તેમણે લોખંડના પાઇપથી વનીતાબેનના શરીરના ભાગોમાં, ખાસ કરીને વાંસ અને ડાબા હાથની હથેળી પાસે, માર મારી ઈજા પહોંચાડી. ઝપાઝપી દરમિયાન તેઓ નીચે પડી ગયા હતા.

આ વચ્ચે વનીતાબેનના સાસુ લાભુબેન કાનજીભાઈ જાંબુકીયા વચ્ચે પડ્યા ત્યારે આરોપીએ તેમને પણ જમણા હાથના કોણે પાઇપથી માર મારી ઈજા કરી હતી. ઉપરાંત આરોપીએ બંનેને અપશબ્દો બોલીને ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW