HomeGujaratહળવદના રાયસંગપર રોડ પર ખેતીની જમીનના કોર્ટ કેસ મુદ્દે 4 શખ્સોએ યુવકને...

હળવદના રાયસંગપર રોડ પર ખેતીની જમીનના કોર્ટ કેસ મુદ્દે 4 શખ્સોએ યુવકને ઢીકાપાટુનો માર માર્યો

હળવદ શહેરના રાયસંગપર રોડ વિસ્તારમાં આવેલી ખેતીની જમીનના મુદ્દે મારામારી અને ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ફરિયાદી અશ્વિનભાઈ અમરશીભાઈ સોનાગ્રા ગઈ સાંજે પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા, ત્યારે નજીકમાં ભાયુભાગની જમીન ધરાવતા આરોપીઓ જેસીબી મશીન દ્વારા ખેતરમાં કામ કરાવી રહ્યા હતા.

તે દરમિયાન અશ્વિનભાઈએ જેસીબી કામનો ફોટોગ્રાફ લેતા આરોપીઓને ન ગમતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ આરોપી મેહુલભાઈ ઈશ્વરભાઈ દલવાડી, જયદીપભાઈ રતિલાલ સોનાગ્રા, મેહુલભાઈના પત્ની તેમજ સવજીભાઈ છગનભાઈ (રહે. મોરબી દરવાજા, હળવદ)એ મળી અશ્વિનભાઈને ઢીકા-પાટુનો માર માર્યો હતો. સાથે જ કોર્ટમાં ચાલી રહેલો કેસ પરત ખેંચી લેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે હળવદ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW