HomeGujaratNDPS કેસમાં આરોપીને શાપર પોલીસે પકડ્યો કે મોરબી LCBએ ? એક...

NDPS કેસમાં આરોપીને શાપર પોલીસે પકડ્યો કે મોરબી LCBએ ? એક દિવસના અંતરે બે પ્રેસ નોટથી સવાલ ઉભા થયા

એનડીપીએસ (NDPS) કેસમાં સંડોવાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી આકાશ સોલંકીને રાજકોટ અને મોરબી પોલીસે અલગ-अલગ તારીખે ઝડપી પાડ્યો હોવાની જાણ થઈ છે. આ ઘટનામાં મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) પોલીસે આરોપીને ઝડપવાનો જસ ખાટવાનો પ્રયત્ન કર્યો હોવાનું પ્રતીત થાય છે.

બનાવની વિગતો અનુસાર, ૨ એપ્રિલના રોજ રાજકોટના શાપર વિસ્તારમાંથી રાજકોટ પોલીસે એનડી પીએસ એક્ટના ગુનામાં કોટણા સાંગાણી  તાલુકના શાપર વેરાવળ ગામ થી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વતની  આકાશ સોલંકીને ઝડપી લીધો હતો. જોકે  ચૌકાઉંનારી વાત એ રહી કે શાપર પોલીસે 2 તારીખે ઝડપી લેવા ની પ્રેસનોટ રીલીઝ કરી હતી તેના બીજા દિવસે  ૩ એપ્રિલના રોજ મોરબી એલસીબી પોલીસે પણ તેને ઝડપી પાડ્યો હોવાનું જાહેર કર્યું હતું . બંને જિલ્લાની પોલીસે અલગ-अલગ તારીખે આરોપીની ધરપકડ કરી હોવાની પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ ઉભો થયો કે આ આરોપીને શાપર પોલીસે પકડ્યો કે એલસીબીએ જોકે પ્રેસ નોટ મુજબ શાપર પોલીસે પ્રથમ આરોપીને ઝડપી લીધો હોય જો કે મોરબી એલસીબી પોતાની વાહ વાહ કરવા શાપર પોલીસની કામગીરી નો ખોટો જસ લવા પ્રયાસ કયો હોય તેવી શક્યતા સેવાઈ રહી છે

રેન્જ આઈજી નિર્લિપ્ત રાય શું ખરેખર બે જિલ્લા પોલીસ ના સંકલનથી ગુનો ડિટેકટ થાય તે સારી વાત છે પણ બીજા જિલ્લાની પોલીસની કામગીરી પોતાના નામ ચઢાવી  મોરબી જિલ્લા એલસીબીની આવી લીંબડ જશ ખાટવાના પ્રયાસથી પરિચિત છે કે કેમ તે પણ જોવાનું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW