HomeGujaratમાળીયા મિયાણા: પ્રેમલગ્નની અદાવતમાં હુમલો કરનાર શખ્સ પાસેથી દેશી પિસ્તોલ અને 9...

માળીયા મિયાણા: પ્રેમલગ્નની અદાવતમાં હુમલો કરનાર શખ્સ પાસેથી દેશી પિસ્તોલ અને 9 જીવતા કારતૂસ મળી આવ્યા

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે પ્રેમલગ્નના મુદ્દે જૂનો મનદુખ રાખી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ (ઉ.વ. 37)એ એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરતા એક દેશી બનાવટની પિસ્તોલ તથા 9 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે અંદાજે રૂ. 5,900 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW