HomeGujaratમાળિયા મીયાણામાં હત્યાના પ્રયાસમાં નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો

માળિયા મીયાણામાં હત્યાના પ્રયાસમાં નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો

માળિયા મીયાણા પોલીસ મથક ખાતે એ-પાર્ટ ગુનો નં. ૦૨૬૫/૨૦૨૬ હેઠળ બી.એન.એસ કલમ ૧૦૯(૧) મુજબ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ (ઉ.વ. ૩૭), વ્યવસાય ડ્રાઇવર, રહેવાસી મોટા દહીસરા, તા. માળિયા, જી. મોરબી) ગુનો કર્યા બાદ ફરાર થઈ ગયો હતો.

આરોપીની શોધખોળ માટે માળિયા મીયાણા પોલીસ દ્વારા ખાસ ટીમોની રચના કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ માનવીય સૂત્રોના આધારે સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી કે આરોપી મોટા દહીસરા ગામથી નાનભેલા તરફ જતા માર્ગ પર આવેલ એક વાડામાં છુપાયો છે.

મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી ઘેરાબંધી કરી કાર્યવાહી હાથ ધરી હતી અને ફરાર આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. હાલ આરોપી સામે સામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW