HomeGujaratહળવદમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ

હળવદમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ

હળવદના ભવાનીનગર ઢોરો હુસેની ચોક વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ઉર્ફે ભોલો દિનેશભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.22) દ્વારા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, આરોપી દશરથભાઈ ઘોઘાભાઈ નંદેસરીયા તથા તેના સાથીઓ વિશુ કાળુભાઈ, કાનજીભાઈ કાળુભાઈ અને મહેશભાઈ ઉર્ફે મયલો કાળુભાઈએ ફરિયાદી સાથે દુશ્મની રાખી તેના ફળીયામાં ઘુસી જઈ તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દુશ્મનીનું કારણ આરોપીની પત્ની સાથે ફરિયાદીની મિત્રતા હોવાનું જણાવાયું છે.

આ ઘટનામાં સામાપક્ષે પણ ફરિયાદ નોંધાઈ છે. તુલશીબેન ઉર્ફે મનીષાબેન કિશનભાઈ ઉર્ફે કાનજીભાઈ નંદેસરીયા (ઉ.વ.20)એ સુનિલ ઉર્ફે ભોલો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, સુનિલભાઈ હાથમાં ધારીયું લઈને તેમના ફળીયામાં આવ્યા હતા અને સાથીઓ અંગે પૂછપરછ કરી જતા રહ્યા હતા. બાદમાં આ અંગે વાતચીત કરવા ગયેલા તેમના સાથી કિશન પર સુનિલભાઈએ ધારીયાથી હુમલો કરી ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર બનાવમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW