HomeGujaratવાંકાનેર: લીંબાળાની સીમમાં જુગાર રમતા 7 શખ્સો રૂ. 1.53 લાખના મુદ્દામાલ સાથે...

વાંકાનેર: લીંબાળાની સીમમાં જુગાર રમતા 7 શખ્સો રૂ. 1.53 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

વાંકાનેરના લીંબાળા ગામની સીમ વિસ્તારમાં આવેલી દક્ષિણ-09 નંબરની એક વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની ગુપ્ત માહિતીના આધારે મોરબી પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા કુલ સાત ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1,53,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અન્ય એક ઈસમ રાજુભાઈ કોળી (રહે. લીંબાળા, તા. વાંકાનેર) સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પકડી પાડવામાં આવેલા આરોપીઓમાં ઈરફાનભાઈ હનિફભાઈ બ્લોચ મકરાણી, દીપકભાઈ ઉર્ફે બટક દેવશીભાઈ હડાણી, સંદીપભાઈ ઉર્ફે કાનો રમણીકભાઈ માણેક, મેહુલભાઈ વિનયચંદ્ર મારૂ, આરીફભાઈ હનિફભાઈ બ્લોચ મકરાણી, અમિતભાઈ ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકી અને વિપુલભાઈ રમેશભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે.

આ બનાવ અંગે પોલીસે તમામ આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW