HomeGujaratમોરબીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત ન રહે તે માટે જિલ્લા જળ સમિતિની...

મોરબીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત ન રહે તે માટે જિલ્લા જળ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ વ્યાપક અને સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) અને જિલ્લા જલ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સુવિધા માટે પાણી પુરવઠાના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન હળવદ તાલુકાના કોયબા (હરિપર) ખાતે બોર શારકામ અને પમ્પિંગ મશીનરી તેમજ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે હયાત બોર પર નવી મશીનરી બેસાડવાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. કલેક્ટરે રણકાંઠાના છેવાડાના ગામોમાં પીવાના પાણી કોઈ સમસ્યા ન આવે તે બાબતે ખાસ સૂચના આપી હતી. ઉપરાંત ઘોડાધ્રોઈ ડેમ આધારિત 8 ગામોના જૂથ માટેની યોજના અને માળિયા-હળવદ તાલુકાની વિવિધ રજૂઆતોના હકારાત્મક નિકાલ તથા જલ અર્પણ કાર્યક્રમ અને ગતિ શક્તિ પોર્ટલની પ્રગતિ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, જિલ્લા પાણી પુરવઠા અધિકારી અને વાસ્મોના યુનિટ મેનેજર એમ.એસ. દામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.વી. શ્રીવસ્તાવ અને સબંધિત વિભાગના અધિકારઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW