રાજ્ય સરકારના મંત્રી અને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આગામી 8 માર્ચ ન રોજ 64વર્ષ સંપન્ન કરી 65માં. વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે કાંતિભાઈ કેન્સર જેવી બીમારીને માત આપી હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે અને આગામી સમયમાં જનતા સાથે જોડાશે તેવી પણ આશા સેવાઈ રહી છે.
મોરબીમાં સદાય સેવાકિય પ્રવૃતિ માટે જાણીતા અને પ્રજાના પ્રશ્નને લઈ સદાય તત્પર કાંતિભાઈ ના જન્મ દિવસ નિમિત્તે મોરબી માળિયા વિધાનસભા કાર્યકર્તા સમિતિ દ્વારા ઉમા ટાઉનશિપ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું તેમજ અબોલ ગાયના આરોગ્ય માટે મહા સુખડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પ મહિલા દિવસ નિમિત્તે આયોજિત હોય જેથી મહિલાઓને પણ રક્તદાન કેમ્પમાં જોડાઈ મહિલા શકિત નું ઉદાહરણ પૂરું પાડવા પણ અપીલ કરવામાં આવી છે.

