HomeGujaratપાક.બોર્ડરથી પંજાબમાં હેરોઇન-હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ સપ્લાય કરનાર શખ્સને ગુજરાત ATSએ ઝડપી પાડ્યો

પાક.બોર્ડરથી પંજાબમાં હેરોઇન-હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ સપ્લાય કરનાર શખ્સને ગુજરાત ATSએ ઝડપી પાડ્યો

ગુજરાતમાં આતંકવાદ વિરોધી દળે આંતરરાજ્ય સ્મગલિંગ નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત ATSએ પાકિસ્તાન બોર્ડર મારફતે હેરોઇન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ પંજાબ સુધી પહોંચાડવાના કેસમાં ફરાર આરોપીને અમદાવાદ શહેરમાંથી ઝડપી પાડ્યો છે. ધરપકડ બાદ આરોપીને પંજાબ પોલીસને હવાલે કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પંજાબ રાજ્યના અમૃતસર જિલ્લામાં નોંધાયેલા નાર્કોટિક્સ અને હથિયાર સ્મગલિંગ કેસમાં રહેમત અલી શેખ નામનો આરોપી છેલ્લા એક મહિનાથી ફરાર હતો. ગુપ્ત બાતમીના આધારે ATSને જાણ થઈ કે આરોપી પહેલા બિહાર તરફ ગયો હતો અને ત્યારબાદ ગુજરાત આવીને અમદાવાદના રખિયાલ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી સ્થાનિક એમ્બ્રોડરીના કારખાનામાં કામ શરૂ કરવાની આડમાં ત્યાં જ રોકાયો હતો. ATSની ટીમે ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડી કારખાનામાંથી તેની ધરપકડ કરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે રહેમત અલી આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાયેલો છે અને જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાન બોર્ડર નજીકથી હેરોઇન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલનો જથ્થો લઈ પંજાબના સંપર્કોને સપ્લાય કર્યો હતો. આ મામલે રાજાસાંસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને અગાઉ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી આશરે 42 કિલો હેરોઇન, ચાર હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર માર્ક પિસ્તોલ અને 46 કારતૂસ જપ્ત થયા હતા.

સાથી આરોપીઓ પકડાતા રહેમત અલી પંજાબમાંથી ભાગી ગયો હતો અને થોડો સમય નેપાળમાં છુપાયો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ તે બિહાર મારફતે ગુજરાત આવ્યો હતો. હાલ ATS દ્વારા આરોપીને સ્થાનિક સ્તરે કોણે આશરો આપ્યો હતો, તેમજ સમગ્ર સપ્લાય ચેઇનમાં અન્ય કોણ સંકળાયેલા છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. સાથે જ તેને કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW