HomeGujaratમોરબી-રાજકોટ હાઇવે પર રિવર હોટલ સામે હિટ એન્ડ રનની ઘટના, મોપેડમાં સવાર...

મોરબી-રાજકોટ હાઇવે પર રિવર હોટલ સામે હિટ એન્ડ રનની ઘટના, મોપેડમાં સવાર બે લોકોને ગંભીર ઇજા

મોરબીના લક્ષ્મીનગર ગામમાં રહેતા મૌલિકભાઈ કાંતિલાલ વીરપરિયા અને કુલદીપભાઈ પ્રવીણભાઈ વીરપરિયા તેઓનું જીજે 36 એએમ 4193 નંબરનું મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે રાજકોટ-મોરબી બાયપાસ રોડ પર આવેલી રિવેર હોટેલ સામે એક અજાણ્યા કાર સવારે બંનેને ટક્કર મારી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં મૌલિક ભાઈના ચહેરા પર માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી, જ્યારે કુલદીપ ભાઈના ચહેરા પર ગંભીર અને માથાના ભાગે હેમરજ જેવી ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મૌલિકભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW