HomeGujaratમોરબી-માળિયા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી-માળિયા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી-માળિયા નેશનલ હાઈવે પર ગાળા ગામના પાટિયા નજીક GJ-12-BX-7399 નંબરના ટ્રક ચાલકે ટ્રક બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી રમેશભાઈ નરશીભાઈ રોઠોડના હીરો ડિલક્સ મોટરસાયકલ (નંબર GJ-36-AA-6133)ને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈકચાલક રમેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને પોલીસે ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW