HomeGujaratમોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં દારૂની હેરાફેરી કરનાર એક શખ્સની ધરપકડ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં દારૂની હેરાફેરી કરનાર એક શખ્સની ધરપકડ

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર-2 પાસે એક ઇસમ પોતાના કબજાના મોટરસાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે શંકાસ્પદ વાહનને રોકી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આરોપી અનિલભાઈ વાલજીભાઈ નાયકપરા રહે. એમ–77, બ્લોક નંબર 426, ગરબીચોક, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ મોરબી પાસેથી વિદેશી દારૂની 4 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 5,200 થાય છે. ઉપરાંત આરોપી પાસે રહેલ મોટરસાયકલ (રજી. નં. GJ-36-DL-7143) જેની કિંમત રૂ. 15,000 હોવાનું જાણવા મળ્યું હતું. આમ કુલ રૂ. 20,200 ના મુદ્દામાલ સાથે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછ દરમિયાન અન્ય એક ઇસમ રવિ ઉર્ફે લાલો રામજીભાઈ બાંભણિયા રહે. વજેપર મોરબીનું નામ ખુલ્યું હતું. જેના આધારે પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW