HomeGujaratમોરબીના આમરણ ગામની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, એક ફરાર

મોરબીના આમરણ ગામની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, એક ફરાર

મોરબી જિલ્લાના આમરણ ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે એક આરોપી રેડ દરમિયાન ફરાર થઈ ગયો હતો.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આમરણ ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જાહેર સ્થળે જુગાર રમતા દેવદાનભાઈ મોમૈયાભાઈ કુંભારવાડીયા, અસ્લમમીયા સુલતાનમીયા બુખારી, ધીરજભાઈ વાલજીભાઈ બોપલીયા, પ્રવીણભાઈ રાઘવજીભાઈ લીખીયા તથા ગૌતમભાઈ અમૃતભાઈ લીખીયાને પોલીસે ઝડપી લીધા હતા. જોકે, નિઝામ ફારૂકમીયા બુખારી નામનો એક ઇસમ પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પકડાયેલા જુગારીઓ પાસેથી કુલ રૂ. 1,59,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW