HomeGujaratમોરબીમાં ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી એલસીબી તથા પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના વેજિટેબલ રોડ પર આવેલી ફોરેસ્ટર ઓફિસ સામે એક ઇસમ બાઈક લઈને આવતો દેખાયો હતો. તેની હરકતો શંકાસ્પદ લાગતા પોલીસ ટીમે તેને અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, તેની પાસે રહેલું હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પર આગળ તથા પાછળ નંબર પ્લેટ લગાવવામાં આવી ન હતી.

જે બાદ પોલીસે બાઈકના કાગળો તથા આધાર પુરાવા માંગતા ઇસમે તે પાસે ન હોવાનું જણાવ્યું અને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. આથી પોલીસને શંકા ગઈ કે બાઈક ચોરી અથવા છળકપટથી મેળવેલી હોઈ શકે. ત્યારબાદ ઇ-ગુજકોપમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આ બાઈક અંગે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયેલ છે અને તે ચોરીનો કેસ વણશોધાયેલ હતો. આથી પોલીસે મળેલ મોટરસાયકલને ચોરીના ગુનાના મુદામાલ તરીકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106(1) મુજબ કબજે કર્યું હતું તેમજ પકડાયેલા ઇસમ હરેશ રાજેશભાઈ પંચાસરા, રહેવાસી બેલા (રંગપર), મફતીયાપરા, તાલુકો તથા જિલ્લા મોરબીના રહેવાસીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1)(ઇ) મુજબ હસ્તગત કરી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW