મોરબીના રાજપર રોડ પર આવેલ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તીરૂપતી પેપર નામે કારખાનામાં રૂમમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની ભરતકુમાર હીરરામ પુરોહિત (ઉ.વ.19) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલના રોજ પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

