HomeGujaratમોરબી જિલ્લામાં SIR ડ્રાફ્ટ તૈયાર‎:ત્રણ વિધાનસભા વિસ્તારમાંથી 68,278 મતદારના નામ કમી

મોરબી જિલ્લામાં SIR ડ્રાફ્ટ તૈયાર‎:ત્રણ વિધાનસભા વિસ્તારમાંથી 68,278 મતદારના નામ કમી

કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશની પગલે રાજ્યમાં 4 નવેમ્બર 14 ડિસેમ્બર સુધી સ્પેશિયલ ઈનિશિટીવ રિવિઝન કામગીરી અંતર્ગત 2002 બાદથી નોંધાયેલા મતદારયાદીઓની સમીક્ષા કરવામાં આવી હતી જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં બીએલઓ દ્વારા મતદારોને ફોર્મ આપી વિગતો અપડેટ કરાવવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠક માં 977 બુથ પરથી 8,50, 142 મતદારોની યાદી સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરીના અંતે ડ્રાફ્ટમાં 7,81,864 મતદારોનો સમાવેશ થયો હતો.

જ્યારે 68,278 મતદારો ગેરહાજર હોવાના કારણે કાયમી સ્થળાંતરિત થવાથી અને મૃત્યુ પામવા કે ડબલ નામ હોવાના કારણે રદ કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં આ મતદારો પૈકી ફરીથી મતદાર યાદીમાં નામ જોડાવા માટે નિયમ મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

ચૂંટણી પંચ દ્વારા જિલ્લાના વિવિધ મતદારોની લગત યાદી જાહેર કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લામાં કામગીરી દરમિયાન 23,355 મતદારોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે .

આ ઉપરાંત 36,056 મતદારો કાયમી ધોરણે તે મતદાન વિધાનસભા સીટ માંથી અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત 4942 મતદારોનું ટ્રેકિંગ થઈ શક્યું નથી જ્યારે 3161 મતદારોના એક કરતાં વધુ વિધાનસભા બેઠકમાં નામ હોવાનું સામે આવ્યું છે.

મોરબી જિલ્લામાં અધિક નિવાસી કલેકટરની અધ્યક્ષતામાં નાયબ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર તેમજ વિવિધ પક્ષના પ્રતિનિધિની હાજરીમાં જિલ્લામાં થયેલી એસઆઇઆરની કામગીરી અંગેની વિગતો જાહેર કરાઇ હતી.

 મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં 2,96,916 મતદારો સમાવિષ્ટ હતા. ડ્રાફ્ટમાં હાલ 2,68,076 જેટલા મતદારોનો સમાવેશ કરાયો છે, જ્યારે 28, 840 નામ કમી થયા છે. ટંકારા પડધરી વિધાનસભા બેઠકની સ્થિતિ જોઈએ તો કુલ મતદારો 2,57,614 હતા. જો કે આ ડ્રાફ્ટમાં 2,44,055 મતદારોનો સમાવેશ થયો છે.

જ્યારે 13,559 મતદારોના નામ કમી થયા છે. વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકની વાત કરીએ તો શરૂઆતમાં 2,95,612 મતદારો હતા. જો કે કામગીરીના અંતે 2,69,733 મતદારો નો ડ્રાફ્ટમાં સમાવેશ થયો છે જ્યારે 68, 278 મતદારોના નામ કમી થયા છે.

જે મતદારોનું પોતાનું નામ વર્ષ 2002 ની યાદીમાં નથી તથા તેમના માતા પિતા કે દાદા દાદી નું નામ પણ 2002 ની મતદાર યાદીમાં નથી તેવા મતદારોને મતદાર નોંધણી અધિકારી દ્વારા ભારતના ચૂંટણી પંચના માન્ય કરવામાં આવેલા પુરાવાઓ રજૂ કરવા માટેની નોટિસ આપવામાં આવશે જે મતદાર એન્યુમ્રેશન ફેસમાં પોતાનું ગણતરી ફોર્મ જમા કરાવેલ નથી.

તેવા મતદારો તથા જે વ્યક્તિ 18 વર્ષ પૂર્ણ કરેલ છે અને એકવાર પણ અથવા કોઈ પણ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલ નથી તેવા વ્યક્તિ સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે 19 ડિસેમ્બર થી 18 જાન્યુઆરી સુધીમાં નિયત ડેકલેરેશન ફોર્મ સાથે ફોર્મ 6 જમા કરાવી શકશે.

જે વ્યક્તિની ઉંમર એક એપ્રિલ એક જુલાઈ કે એક ઓક્ટોબર 2026 સુધીમાં 18 વર્ષ થઈ શકતા હોય તેવા યુવાનો એડવાન્સ એપ્લિકેશન હેઠળ ફોર્મ 6 ડીકલેરેશન ફોર્મ ભરી શકશે.

જે મતદારો સ્થળાંતર થઈને આવ્યા છે અથવા પોતાની વિગતમાં સુધારો કરાવવા ઇચ્છતા હોય કે એપીક કાર્ડ બદલાવવા માગતા હોય અને પી ડબ્લ્યુ ડી માર્કિંગ કરાવવા ઇચ્છતા હોય તેવા મતદારો સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી કે મદદની અધિકારી કચેરી ખાતે 19 ડિસેમ્બર થી 18 જાન્યુઆરી સુધી ફોર્મ 8 જમા કરાવી શકશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW