પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હોલિવૂડમાં હોય કે બોલિવૂડમાં સતત ચર્ચામાં રહેતું કપલ છે. થોડા સમય પહેલા પ્રિયંકાએ એન સરનેમ હટાવી દેતા અનેક પ્રકારની વાતો વહેતી થઈ છે. ડિસેમ્બર 2018માં બંનેએ લગ્ન કર્યા. પ્રિયંકાએ સરનેમ દૂર કર્યા પછી એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે નિક અને તેના ભાઈઓની મજાક ઉડાવી રહી છે. પ્રિયંકા ભારતની સાથે વિદેશમાં પણ સફળ અભિનેત્રી છે. તો પતિ નિક પણ સફળ સિંગર અને એક્ટર છે. જોકે, સરનેમ દૂર થયા બાદ તેના છૂટાછેડા થવાના છે એ વાત અફવા છે.

ફોર્બ્સ ઈન્ડિયાની વર્ષ 2019 સેલિબ્રિટી 100ની લિસ્ટમાં પ્રિયંકાએ રૂ.23.4 કરોડ રૂપિયાની વાર્ષિક આવકની સાથે 14મું સ્થાન મેળવી લીધું છે. આ પૈસા મુખ્ય રીતે બે ફિલ્મો સ્કાઇ ઈઝ પિંક અને ઈઝંટ ઈટ રોમાન્ટિક ફિલ્મથી કમાયેલા છે. ફિલ્મ ‘બેવૉચ’ અને અમેરિકન ટીવી શો ‘ક્વોંટિકો’માં તેણે કામ કરી બોલિવૂડની સાથે હોલિવૂડમાં પણ સારી એવી નામના મેળવી છે.

‘ક્વોંટિકો’ના એક એપિસોડ પર પ્રિયંકા રૂ,3 કરોડ રૂપિયા ફી લેતી હતી. તો પ્રિયંકા ‘મેટ્રિક્સ-4’માં પણ જોવા મળશે. જે તા.22 ડિસેમ્બર 2021ના રોજ રીલિઝ થવાની છે. કોઇ પણ સ્ટેજ પરફોર્મેંસ માટે લગભગ રૂ. 4-5 કરોડ રૂપિયા ચાર્જ લે છે. બોલિવુડ કરિયરની વાત કરીએ પ્રત્યેક ફિલ્મે રૂ.12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જેનાથી તે બોલિવુડમાં સૌથી વધારે પૈસા લેતી અભિનેત્રી બની છે. જોકે, છેલ્લા એકાદ વર્ષથી બોલિવૂડની હિન્દી ફિલ્મોમાંથી ખાસ કોઈ ફિલ્મ સુપરહીટ થઈ નથી. બ્રાંડ અને ઈન્સ્ટાગ્રામ પર સ્પોન્સર્ડ પોસ્ટ કરવા પર પીસી 1.80 કરોડ રૂપિયા લે છે. જોકે, તે કોઈ પણ બ્રાંડની એડ અને પ્રમોશનને લઈને ખૂબ જ ચુઝી છે. થોડું પણ વિવાદીત કે, ઈમેજ ખરાબ કરનારૂ કોઈ પાસું દેખાય તો એ કોઈ પૈસાની રકમ જોયા વગર વાત કેન્સલ કરી દે છે.

