વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે વાંકાનેરના લક્ષ્મીપરા માતમ ચોક પાસે રેડ કરી હતી. જે સ્થળે જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતા હનીફભાઇ ગફારભાઇ રવાણી અને હાજીભાઇ ગફારભાઇ રવાણી નામના બે શખ્સોને કુલ રૂ. 33,900ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ તે શખ્સો સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

